Home> Entertainment
Advertisement
Prev
Next

VIDEO: રિલીઝ થતા જ છવાઈ ગયું 'દસ બહાને 2.0', શ્રદ્ધા કપૂરનો હોટ લૂક થયો સુપરહીટ 

ટાઈગર શ્રોફ (Tiger Shroff)ની સુપરહીટ ફ્રેન્ચાઈઝી બાગી 3નું ટ્રેલર રિલીઝ થયા બાદથી જ લોકોને આ ફિલ્મ અંગે આતુરતા ખુબ છે. ટ્રેલરમાં ટાઈગરે પોતાની ધમાકેદાર એક્શનથી લોકોને દીવાના કર્યા છે. હવે ફિલ્મનું એક જબરદસ્ત સોંગ દસ બહાને 2.0 રિલીઝ થયું છે. જેમાં શ્રદ્ધા કપૂરનો હોટ અવતાર લોકોને ગમી રહ્યો છે. 

VIDEO: રિલીઝ થતા જ છવાઈ ગયું 'દસ બહાને 2.0', શ્રદ્ધા કપૂરનો હોટ લૂક થયો સુપરહીટ 

નવી દિલ્હી: ટાઈગર શ્રોફ (Tiger Shroff)ની સુપરહીટ ફ્રેન્ચાઈઝી બાગી 3નું ટ્રેલર રિલીઝ થયા બાદથી જ લોકોને આ ફિલ્મ અંગે આતુરતા ખુબ છે. ટ્રેલરમાં ટાઈગરે પોતાની ધમાકેદાર એક્શનથી લોકોને દીવાના કર્યા છે. હવે ફિલ્મનું એક જબરદસ્ત સોંગ દસ બહાને 2.0 રિલીઝ થયું છે. જેમાં શ્રદ્ધા કપૂરનો હોટ અવતાર લોકોને ગમી રહ્યો છે. 

ગીત એકદમ ધાંસૂ છે. ગીતમાં મ્યૂઝિક અને સિંગિંગ ઉપરાંત એક ખાસ વાત છે અને તે છે તેનું જબરદસ્ત લોકેશન અને સિનેમેટોગ્રાફી. જેને જોઈને દરેક જણ તેના વખાણ કરી રહ્યાં છે. 

ગીતનો VIDEO જુઓ...

ગીત રિલીઝ થાય તે પહેલા ટાઈગરે તેનું પોસ્ટર શેર કર્યું જેના કેપ્શનમાં તેણે લખ્યું કે "બાગી ખુબ બદમાશ છે અને તેનું પાર્ટી જેમ ગીત પણ. હેશટેગ દસ બહાને 2.0 જલદી આવી રહ્યો છે. હેશટેગબાગી3 હેશટેગ સાજિદનડિયાદવાલા."

આ ગીત ગાયક કેકે અને શાન દ્વારા ગવાયેલા લોકપ્રિય ગીત 'દસ બહાને'નું રીક્રિએશન છે. 'દસ બહાને' ગીત ફિલ્મ દસનું છે. અહેમદ ખાન નિર્દેશીત 'બાગી 3'માં ટાઈગર એકવાર ફરીથી બાગી અવતારમાં જોવા મળશે. બાગી 3 આ વર્ષે 6 માર્ચના રોજ રિલીઝ થવા જઈ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More